મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વાવેતર બાદ વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતી...
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
૪૨ તળાવ પૈકી ૭ તળાવોમાં જ સમ ખાવા પાણી...
મહિસાગર જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદની સારી શરૂઆત થયા બાદ મેઘરાજા જાણે વરસવાનું ભૂલી જ ગયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ થયો નથી જેને લઈને વરસાદની રાહે બેઠેલા ખેડુતો ચિંતામાં મુકાયા છે. તેમાં પણ વિરપુર તાલુકામાં સૌથી ઓછો સિઝનનો માત્ર ૮૮ મીમી જ વરસાદ થતાં જગતનાં તાતને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ વિરપુર તાલુકામાં વરસાદ ખેંચાતા તળાવોના તળીયા દેખાવા લાગ્યા છે. તાલુકાની ૩૨ ગ્રામ પંચાયત પૈકી ૪૨ તળાવો આવેલા છે જે પૈકી તાલુકાના ૭ જેટલા તળાવોમાં સમ ખાવા પુરતું પાણી છે બાકીના મોટા ભાગના તળાવો ખાલીખમ હાલતમાં છે તાલુકામાં ચોમાસાની સીઝનમાં હાલમાં કુલ ૧૧૯૯૭ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં હાલ ખતરો ઉભો થયો છે. ત્યારે જો હજુ પણ તાલુકામાં વરસાદ ખેંચાય તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી તો બીજી તરફ જળસંચય અંતર્ગત તળાવોને ખર્ચા કરીને સરકાર દ્વારા ઉંડા કરવામાં આવ્યા છે પરંતુ તે તળાવો મોટાભાગના ખાલી જોવા મળે છે કડાણા ડેમ આધારીત યોજના બનાવીને તળાવો ભરવા માટે કોઈ નક્કર કામગીરી ખેડૂતોના હિતમાં થતી જોવા મળતી નથી રાજ્ય સરકાર અને જળ સંપત્તિ વિભાગ યોગ્ય કામગીરી કરે તેવી ખેડૂતોની વર્ષોની માંગ ઠેરની ઠેર છે...
વિરપુર તાલુકામાં કુલ ૧૧૯૯૭ હેક્ટરમાં વાવેતર નિષ્ફળ જવાની ભીતી...
વિરપુર તાલુકામાં ચોમાસાની સીઝન દરમિયાન ડાંગર -૧૨૧ હેક્ટર,બાજરી-૧૩૯,મકાઈ-૨૫૨૧,મગ-૧૨, મગફળી, મગફળી -૨૫, સોયાબીન -૭૫૩,કપાસ -૭૫૧, શાકભાજી -૪૯૭, ઘાસચારો -૨૨૩૧ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જો આગામી દિવસોમાં વરસાદ નહી વરસે તો પાક પર ખતરો ઉભો થશે....
વિરપુર તાલુકામાં સીઝનનો ૮૮ મીમી વરસાદ નોંધાયો..
વિરપુર તાલુકામાં હાલ વાવેતર થઈ ગયું છે તો બીજી તરફ વરસાદ ન વરસતા પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી ત્યારે વિરપુર તાલુકામાં સીઝનનો માત્ર ૮૮ મીમી વરસાદ નોંધાયો છે ત્યારે આવનાર દિવસોમાં વરસાદ નહી થાયતો મોટાભાગનો પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોમાં સેવાઈ રહી છે...
તસવીર લખાણ - વિરપુરના આસપુર ગામનુ તળાવ જે તળીયા દેખાય છે...