પવિત્ર શ્રાવણ મહિનામાં થતી શિવ પૂજાઅર્ચના અને જનમાષ્ટમીની ઉજવણી સાથે જુગારને કેવી રીતે જોડી દેવાયો છે એ તો જુગારી ભક્તો જ જાણે..! પરંતુ સૌરાષ્ટ સહીત સમગ્ર રાજ્યમાં જાણે એક પરંપરા હોય તેમ શ્રાવણ માસમાં તો પત્તા રમવા જ પડે તેવી માન્યતા ઘર કરી ગયેલી છે આખુ વર્ષ રમાતા જુગારની સામે ખાસ શ્રાવણ મહિનામાં તીન પત્તીનો જુગાર રમવાની દાયકાઓ જૂની પરંપરા છે. સૌરાષ્ટ્રની આ પરંપરા હવે રાજ્યભરના તમામ શહેરગામડાઓમાં પહોચી ગઈ છે. ગઈકાલે સિહોર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળતાં પોલીસે સિહોરના ગુંદાળા વિસ્તારમાં દેવાભાઈ રાઠોડના મકાન સામેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 10440 નો મુદ્દામાલ ઝડપી જુગારીઓની અટકાયત કરી હતી.પોલીસે જુગારીઓની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી. 

માહિતી મુજબ દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે.દરમિયાન સિહોર પોલીસ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સિહોરના ગૂંદાળા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં ગુંદાળા વિસ્તારમાં દેવાભાઈ રાઠોડના મકાન સામેની ખુલ્લી જગ્યામાં રેઇડ કરી 4 ઈસમો સાથે કુલ રૂપિયા 10440 નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.