બનાસકાંઠા જીલ્લા ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ  ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. આપણા માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં પ્રાકૃતિક ખેતીમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. ત્યારે જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વારા ખોલી શકે તે માટે અનેકવિધ આયોજન કરવામા આવી રહેલ છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહેલ છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરી અંદાજે ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.જેના પગલે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો કટીબદ્ધ થયા હતા. આ તાલીમ શિબિરમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.આર.વાઘેલા, બનાસ ડેરીના અધિકારીશ્રીઓ, ગ્રામ સેવકશ્રી અને બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી વી. બી ઘોઘળ, મહેશભાઈ રાજપુરીયા અને પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માંગતાનવા માંગતા ખેડૂતો હાજર રહયા હતા.