નિખિલ ગીરીશકુમાર જોશી હાલ રે મુંબઈ મુળ રે.પાદરડી બડી સાગવાડા જી ડુંગરપુર દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓ પોતાના વતનમા ૧૫/૦૫ ના રોજ ગયા હતા અને ત્યાંથી પરત મુંબઈ જવા માટે સાગવાડા ખાતે રઘુ ટ્રાવેલ્સ ની ઓફિસે ફોન કરી તા ૦૭/૦૬/૨૪ ના રોજ ની મુંબઈની ટિકિટ બુક કરાવી હતી. તેઓ રઘુ ટ્રાવેલ્સ ની એસી સ્લીપર કોચ ગાડી નં એ આર ૧૧ સી ૪૩૪૭ ની બસ મા બેસી મુંબઈ જવા નીકળ્યા હતા. તેઓએ પોતાના ઘરેથી સોના ચાંદી ના દાગીના નાની બેગમાં ભરી તે બેગ મોટી બેગમાં મુકેલ જે પોતાની પાસે રાખી હતી અને અન્ય સરસામાન ટ્રાવેલ્સ ની ડિકી મા મુકેલ.કાલોલ નજીક મધવાસ ની હોટલ ક્રિષ્ના કાઠિયાવાડી પાસે ડ્રાઈવરે રાત્રે ૯:૨૦ કલાકે જમવા માટે બસ ઉભી રાખેલ જેથી તેઓ પત્ની અને બાળક સાથે જમવા ઉતરેલ. જમીને ૯:૪૦ કલાકે બસમાં જતા બૂમાબૂમ થતા તેઓ બસમાં આવી જોયુ તો તેઓની પત્ની રડતી હતી અને તેઓની સીટ મા બેગનો સરસામાન વેરવિખેર પડ્યો હતો. જે નાની બેગમાં સોના ચાંદી ના દાગીના મુકેલ તે બેગ જોવા મળી નહોતી તેઓએ બસમાં બેઠેલ માણશો અને ડ્રાઇવર કન્ડક્ટર ને પૂછતા કોઇ માહીતી મળી નહિ ૧૦૦ નંબર ડાયલ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેઓની તથા અન્ય એક ઉભેલ બસ ચેક કરી હતી પણ કઈ મળ્યુ નહોતુ જેથી ફરીયાદ કરવા જણાવતા દાગીના ના અસલ બીલ ન હોવાથી પોલીસ મથકે અરજી આપી હતી અને બીલ લઈને મંગળવારે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ચોરી થયેલ દાગીના મા સોનાનો હાર અઢી તોલા નો રૂ ૭૦,૦૦૦/, સોનાનો ટિક્કો એક તોલા રૂ ૩૫,૦૦૦/, સોનાની રાખડી એક તોલો રૂ ૩૫,૦૦૦/સોનાના બુટીયા બેજોડ ૨ તોલા રૂ ૩૫,૦૦૦/સોનાનું મંગળસૂત્ર દોઢ તોલા રૂ ૭૫,૦૦૦/, સોનાની બંગડી ઍક જોડ ૩ તોલા રૂ ૭૦,૦૦૦/ , સોનાનું નાનું મંગળસૂત્ર દોઢ તોલા રૂ ૫૦,૦૦૦/, સોનાના બ્રેસ્લેટ સાત ગ્રામ રૂ ૧૨,૦૦૦/, સોનાની ચુની ચાર નંગ ચાર ગ્રામ રૂ ૭,૦૦૦/,સોનાની ચેઇન એક તોલા રૂ ૧૫,૦૦૦/ તથા ચાંદીની રકમો જેમા જુડા, છડા, ચૂડી, પાટલા નાના છોકરાને પહેરવાના કંદોરા, બ્રેસલેટ, લકી, વિગેરે રૂ ૫૦,૦૦૦/ નુ તથા રૂ ૮,૦૦૦/ રોકડા એમ કુલ મળી રૂ ૪,૮૨,૦૦૦/ ની રકમની ચોરી અંગે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી આગળની તપાસ સિનિયર પીએસઆઇ સી બી બરંડા દ્વારા શરૂ કરાઈ છે.