સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાંસલપુર ગામે આઝાદી કામૃત મહોત્સવ અને સ્વચ્છ ભારત મિશન ની કામગીરી ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગામની સફાઇનો કાર્યક્ર્મ યોજાયો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ.શાહ, નિયામક શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ દ્રારા હાંસલપુર ગામને પ્લાસ્ટિક મુક્ત કરવા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામજનો સરપંચ શ્રી, તાલુકાના તમામ સદસ્યો વગેરે ગામમાં જાહેર રસ્તાઓ પર જાડુ અને લોખંડના સળિયા દ્વારા પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરવામાં આવ્યું હતું. ગામમાં આવેલ દુકાનોના દુકાનદારોને પ્લાસ્ટિક એકત્રિત કરવા માટે ડસ્ટબીન મુકવા સૂચન કરવામાં આવ્યું હતું. હાંસલપુર ગામને ઘન અને પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપન સહિત સાર્વત્રિક સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચ મુક્ત ગામ મોડેલ તરીકે પસંદગી કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાંસલપુર ગામે આઝાદી કામૃત મહોત્સવ અને સ્વચ્છ ભારત મિશન ની કામગીરી ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_7c8bd72a06aeaff9a40160f3637f8ae6.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)