મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024’ના બીજા દિવસે છોટાઉદેપુરની પીએમશ્રી તાલુકા શાળા નંબર-1 ખાતે ઉપસ્થિત રહીને નાના ભૂલકાંઓ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ-પાઠ્ય પુસ્તકો અર્પણ કરી આંગણવાડી-શાળામાં પ્રવેશ માટે આવકાર્યા...
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શાળામાં ઉપલબ્ધ ‘સ્માર્ટ’ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો. તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી