ડીસાના આસેડા ગામ માં સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સ ને ગણતરી ના દિવસો માં ઝડપી પાડતી ડીસા તાલુકા પોલીસ..
ડીસા ના આસેડા ગામ માં સગીરા ને ભગાડી દુષ્કર્મ આચરતાં આરોપી ને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો..
ડીસા તાલુકા ના આસેડા ગામ માં તારીખ 10 ડિસેમ્બર 2022 ના રાત્રિ ના સમયે 11 વર્ષિય સગીરા તેના પરિવાર સાથે ઉંઘી હતી, અને પેશાબ કરવા રાત્રે ઉભી થઇ હતી, ત્યારે આસેડા ગામનો વિક્રમ રેવાભાઇ વાઘેલા તેને બળજબરીથી ઉઠાવી જઇ ગામના જ એક ખેતરમાં લઇ ગયો હતો..
અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જે બાબત ની ફરિયાદ તારીખ 17/01/2023 ના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી..
જે ફરિયાદ બાદ તાલુકા પી.આઇ. એસ.એમ. પટણી ની ટીમે આરોપી વિક્રમ ને ઝડપવા તજવીજ હાથ ધરતાં તારીખ 20/01/2023 ના રોજ આરોપી વિક્રમ રેવાભાઇ વાઘેલા ને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો..
ડીસા તાલુકા પોલીસે ગણતરી ના દિવસોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી..
 
  
  
  
  
   
   
  