કલર્સ ગુજરાતીએ ‘અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે નવી ઊંચાઈ સર કરી છે. તે સ્વર્ણિમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડાણથી મૂળિયાં ધરાવતી વાર્તાઓ લાવે છે. તે અસલપણું અને તેજસ્વિતા સાથે તેનો સમૃદ્ધ વારસો ઉજવણી કરે છે. હવે તેના નવા શો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના નવા પ્રોમો થકી બ્રાન્ડના વચનને ફરી સાર્થક કરતાં દર્શકોને કે (સાના શેખ) તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)ને એકત્ર લાવતાં તેનાં મૂળના હૃદયસ્પર્શી પ્રવાસે નીકળ પડે છે. શો પરફેક્ટ ફેમિલી ડ્રામા છે અને પરિવારમાં અલગ અલગ ગતિશીલતાઓમાં ડોકિયું કરાવશે. દર્શકોને કે (સાના શેખ) અને કેશવ (રાજ અનડકટ) વચ્ચે નવું ખટ્ટામીઠા જોડાણ ફૂલતુંફાલતું જોવા મળશે. આ પ્રવાસ વટથી ગુજરાતી સામે દિલથી ગુજરાતીની હૃદયસ્પર્શી ભાવનાઓ સાથે સંમિશ્રિત પરફેક્ટ ફેમિલી ડ્રામા અને સાંસ્કૃતિક સંમિશ્રણનું વચન આપે છે.

સંસ્કૃતિ (કે)ની ભૂમિકા ભજવતી સાના શેખ કહે છે, “કે પાત્ર મારા અંગત જીવન જેવું જ છે. ખાસ કરીને તેની ગુજરાતી સંસ્કૃતિ અને માન્યતાઓમાં તેનાં મજબૂત મૂળ છે. અમારી વચ્ચે ઘણી બધી સામ્યતા છે- ક્રિયાત્મકતા, પડકારોનો સામનો અને જમીન પર રહીને આધુનિકતા અંગીકાર કરવી. મને વિશ્વાસ છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત એવું ઉત્તમ ફેમિલી એન્ટરટેઈનર બની રહેશે, જે ગુજરાતી પરિવારોને જોવાનું ગમશે.”

‘યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત’ 15 મી જુલાઈ 2024 , સોમવાર થી રવિવાર ના રોજ રાત્રે 8:00 વાગ્યે પ્રસારિત થશે, ફક્ત કલર્સ ગુજરાતી પર.