T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની જીત થઈ છે અને બાંગ્લાદેશનો પરાજય થયો છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલીયાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. ટીમનો કોઈપણ બેટ્સમેન ઝડપી ઈનિંગ રમી શક્યો નહોતો અને જો કેપ્ટન રાશિદ ખાને છેલ્લે 10 બોલમાં 19 રન બનાવ્યા ન હોત તો કદાચ અફઘાન ટીમ 100નો આંકડો પાર કરી શકી ન હોત.