દિયોદરના ચીભડા ગામે ખેડૂત યુવાન પોતાના ખેતરમાં ભાગીયા માટે મકાન બનાવવા શુક્રવારે સાંજે ટ્રેકટરની ટ્રોલીમાં ઇંટો, સિમેન્ટ ભરી આવતો હતો. ત્યારે ખેતરમાં ટેકરાવાળી જગ્યામાં ટ્રેકટર અને ટ્રોલી વચ્ચેના જોઈન્ટની પીન તૂટી જતાં ટ્રેક્ટર પલટતાં સ્ટિયરીંગ ખેડૂત યુવાનના છાતીમાં ઘૂસી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

દિયોદર તાલુકાના ચીભડા ગામે શુક્રવારે સાંજના સમયે સુરેશકુમાર નાગજીભાઈ રાઠોડ (રાજપૂત) (ઉં.વ.અંદાજે 20) ગામના ખેતરમાં ભાગીયા માટે મકાન બનાવવાની વ્યવસ્થા કરતા હતા. જેમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં સિમેન્ટની ઈંટો ભરીને આવતા હતા. ત્યારે ખેતરમાં અચાનક ઊંચા ટેકરાવાળી જગ્યા પર ટ્રેક્ટર ચડાવતા આકસ્મિક રીતે ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચેના જોઈન્ટની પીન તૂટી જતા ટ્રેક્ટર ઉલટું થઈ ગયું હતું.

ત્યારે ચાલક સુરેશભાઈ રાજપૂતના છાતીના ભાગે ટ્રેક્ટરનું સ્ટેરીંગ આવી જતા છાતીનો ભાગ ચગદાઈ જતા ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું. આમ યુવકના આકસ્મિક મોતથી સમગ્ર પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું મૃતક યુવકને એક દીકરો, એક દીકરી સંતાનમાં છે. મૃતકની અંતિમવિધિ ચીભડામાં કરવામાં આવી હતી.