શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય.

                           

જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પો.ઇન્સ.શ્રી એસ.ડી.ધોબી સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર સાહેબ તથા એચ.કે.દરજી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી ના સ્ટાફના માણસો ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, "એક અડધી બાયનુ સફેદ કલરની ચેક્સ ડીઝાઇન વાળુ સ્વેટર તેમજ નીચે જીન્સનુ પેન્ટ પહેરેલ ઇસમ ડીસા બટાકા સર્કલ પાસે હાઇવે રોડ ઉપર પોતાની પાસે રાખેલ મો.સા. વેચવા માટે ફરે છે." જે બાતમી આધારે સદરે જગ્યાએથી હિતેશભાઇ સોનારામ જાતે.માળી ઉ.વ.૨૩ રહે.ડીસા ગાયત્રીનગર રખેવાળ પ્રેસની પાછળ અંબીકા ચોક તા.ડીસા વાળાને પકડી લીધેલ તેના કબ્જાના મો.સા બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતા સદરે આજથી પાંચેક દિવસ અગાઉ ડીસા મોઢેશ્વરી સોસાયટીની અંદરથી ચોરેલ હોવાની વિગત જણાવતા હોય જે મો.સા હીરો કંપનીનુ એચ.એફ ડીલક્સ લાલ કલરના પટ્ટાવાળુ એન્જીન નં.MBLHA11AZAZG9F1672 તથા ચેચીસ નં.HA11EKG9F01779 નો હોય જે આધારે ઇ-ગુજકોપમાં તપાસ કરતા જેનો નં.GJ.08.BC.2723 જે મો.સા.ની કિ.રૂ.૬૫,૦૦૦/- ની ગણી CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી ડીસા દક્ષીણ પોલીસ સ્ટેશને CRPC કલમ.૪૧(૧)ડી,૧૦૨ મુજબ સ્ટેશન ડાયરીએ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.