હાલોલમાં એસટી બસની બ્રેકડાઉન થતા મુસાફરો અન્ય બસ પકડવા કલાકો સુધી રોડ પર રઝળ્યા.....

હાલોલ શહેરના રોડ ઉપર પડેલા ખાડાઓ ને કારણે છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાય છે, ત્યારે આજે સવારે એક ખાડામાં ટ્રક નું ટાયર ફસાઇ ગયા પછી એક એક એસટી બસ ખાડામાં પટકાતા બસ બ્રેકડાઉન થઈ હતી, બસ માં સવાર 64 મુસાફરોએ અન્ય બસ પકડવા એક કલાક થી વધુ સમય સુધી રોડ ઉપર ઉભા રહેવું પડયું હતું. હાલોલ ના વડોદરા રોડ ઉપર આવેલી જાગૃતિ સોસાયટી આગળ ઝાલોદ થી જંબુસર જતી એસટી બસ બ્રેકડાઉન થઈ હતી, હાલોલ શહેર માં પડેલા મસમોટા ખાડાઓ ને કારણે મુસાફરો લઇ જતી એસટી બસ ખાડામાં પછડાતા બસ માં ક્ષતિ સર્જાઈ હતી. બસ આગળ જય શકે એમ ન હોવાથી ક્લીનર દ્વારા બુકિંગ કરેલ 64 મુસાફરો ને અન્ય બસ માં આગળ ની મુસાફરી કરાવવી પડી હતી. બસ માં સવાર મુસાફરો નાના બાળકો ને લઈ કલાક જેટલો સમય રોડ ઉપર ઉભા રહ્યા પછી ક્લીનરે મુસાફરો ને વારાફરથી આવતી અન્ય એસટી બસ માં બેસાડયા હતા. એસટી વિભાગ દ્વારા બસો ની જે મરામત અને નિભાવણી થવી જોઈએ તે સમયાંતરે કરવામાં નહીં આવતા બસો અધવચ્ચે ખોટકાઈ જતી હોય છે. પરિણામે મુસાફરો એ પરેશાની ભોગવવી પડતી હોય છે. અવતંત્રતા પર્વ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા કરતાં રાજ્ય ના એસટી ડેપો ની કિલો મીટરો પુરા થઈ ગયેલી એસટી બસો ને રિટાયર્ડ કરી નવી બસો મુકવામાં આવે તો તે નવી બસો આમ જનતા માટે આઝાદી નું અમૃત સમાન જ કહેવાશે.