કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે પીર મુફ્તી સૈયદ અમીરુદ્દીન નવસારવીના ૯૫ માં ઉર્ષની ઉજવણી અંતર્ગત અજીમી ફ્રેન્ડ સર્કલ આયોજીત જુલુસમાં હઝરત સૈયદ કારી અમીનુદ્દીનબાબા ની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી આ મહાન સુફીસંત હઝરત સૈયદ અમીરે મીલ્લત તેમણે કરેલી વસિયતનામા મુજબ કુરેશ જમાતના લોકોની સર્વસંમતિ થી આપને નવસારી સ્થિત ખાટકીવાળા મસ્જિદમાં ઈ.સ.૧૯૩૦ દફન કરવામાં આવ્યા હતાં આ મહાન સુફીસંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સંતના ૯૫ માં ઉર્ષની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં અજીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા ભવ્ય જુલૂસમાં હજારોની સંખ્યામાં મુરીદો સાથે અકીદતમંદો ઉમટી પડ્યા હતા જ્યાં જુલુસ જુમ્મા મસ્જીદ પાસેથી પ્રસ્થાન કરીને કાલોલ મુસ્લિમ વિસ્તારોના વિવિધ મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ પરત નુરાની ચોક ખાતે આવી પહોંચ્યો હતો ત્યાર બાદ મોટીસંખ્યામાં મુસ્લીમ બિરાદરો સાથે કાલોલના તમામ આલીમોની ઉપસ્થિતિમાં જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સલાતોસલામ અને દુવા પછી નીયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું
કાલોલ શહેર માં મુફ્તી સૈયદ અમીરુદ્દીન નવસારવી ના ૯૫ માં ઉર્ષનાં જુલુસમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
 
  
  
  
  