ભચાઉ ના જંગી પાસેના કાંઠા વિસ્તારમાં મીઠાના પાળામાં બે ઊંટ ફસાયા...
_માલધારીઓએ દ્વારા ઊંટ બહાર કાઢવા અનેક પ્રયાસો કર્યા પણ છતાં નાકામ રહ્યા_
_એશિયાના એકમાત્ર તરી શકતા કચ્છના ખારાઈ ઊંટને નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટીક રિસોર્સસીસ દ્વારા માન્યતા આપવામાં આવી છે_
_તેનો સમાવેશ વિલુપ્ત પ્રજાતિમાં થયેલો છે,_
_તેમ છતાં ખારાઈ ઊંટના બચાવો અને સંવર્ધન માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા નથી_
_જેની સાબિતી આપતી ઘટના આજે ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના જંગી આંબલીયાર વચ્ચેના દરિયાઈ ક્ષેત્રમાં બની છે_
_જ્યાં આજે વહેલી સવારથી ત્રણ જેટલા ઊંટ મીઠા ઉદ્યોગના અગર માટે બનેલા પાળા માં ફસાઈ ગયા હતા_
_તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવે તેવી ત્યાંના સ્થાનિક માલધારી દ્વારા માંગ કરવામાં આવી રહી છે_