ગુજરાત સાબરકાંઠા
જોખમ........ માત્ર શાળા ના વાહનો મા જ છે ?🤔
સાબરકાંઠા આર. ટી. ઓ. ની બેવડી નીતિ
શાળા ના બાળકો લાવતી અને મુકવા જતા વાહનો ને નીયમ લાગુ પડે
અન્ય વાહનો ને શુ સુરક્ષા કવચ આપવા મા આવ્યા છે?
બીજી તરફ ખેડબ્રહ્મા તાલુકા તેમજ જીલ્લા મા મોત સાથે પેસેન્જરોની સફરના દ્રશ્યોએ હચમચાવી મુક્યા ખેડબ્રહ્મા તાલુકાના મુસાફરોને લાંબી કે ટુંકી મુસાફરી કરવી હોય તો મોત સાથે લઈને કરવી પડતી હોય છે. નિયમો વિરુદ્ધ જઈ ખાનગી વાહનોનોમાં હવાને પણ ગુંગણામણ થાય તેમ મુસાફર એવા માનવીને ઠોંસી-ઠોંસી સફર કરાવાઈ રહી છે. વાહનનું બોનેટથી લઈ છાપરા ઉપર માનવી લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યો છે. આમ જનતામાં ભારે આક્ષેપ કરી રહી છે
તો બીજી તરફ શાળા એ જતા વાહનો ને નીયમ બતાવાઇ રહ્યા
ખેડબ્રહ્માઃ મોત સાથે પેસેન્જરોની સફરના દ્રશ્યોએ હચમચાવી મુક્યા
તો બીજી તરફ શાળા ના સંચાલકો અને શાળા ના વિધાર્થીઓ ને લાવવા મુકવા જતા વાહનચાલકો ને સાબરકાંઠા આર.ટી.ઓ કાયદા નો પાઠ ભણાવવા નીક્ળ્યા છે
તો કેટલા અંસે વ્યાજબી છે
ખેડબ્રહ્મા તાલુકાના મુસાફરોને લાંબી કે ટુંકી મુસાફરી કરવી હોય તો મોત સાથે લઈને કરવી પડતી હોય છે. નિયમો વિરુદ્ધ જઈ ખાનગી વાહનોનોમાં હવાને પણ ગુંગણામણ થાય તેમ મુસાફર એવા માનવીને ઠોંસી-ઠોંસી સફર કરાવાઈ રહી છે. વાહનનું બોનેટથી લઈ છાપરા ઉપર માનવી લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યો છે. આમ જનતામાં ભારે નારાજગી પેદા ઉભી થઈ છે. જે સાથે હપ્તાખોરીના કારણે બેરોકટોક ખાનગી વાહનોમાં આમ થઈ રહ્યાનું સ્થાનિકોમાં ચર્ચાઓ વેગવાન બની છે.
સાબરકાંઠા અનેક વખત અકસ્માતની દુર્ઘટનાઓ સામે આવી છે. જોખમી મુસાફરીને કારણે મૃત્યુઆંકની ઘટનાઓના બનાવો સામે આવ્યા છતાં અંકુશ રાખવાની જગ્યાએ જોખમકારક મુસાફરીની તસ્વીરો જોવા મળી રહી છે. જિલ્લા મા છાશવારે અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે. અહીંના ખેડબ્રહ્મા-ખેરોજ પોશીના -વડાલી ઇડર વિજયનગર હાઈવે પરના દ્રશ્યો જોવા જઈએ તો મોટા ભાગની ગાડીઓ નિયમો વિરુદ્ધ ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરી સફર થઈ રહી છે. આવા ખાનગી વાહનચાલકો કાયદાના ડર વિના મોતની સવારી કરાવી પ્રજા પાસે પૈસા વસુલ કરી રહ્યા છે.
સ્થાનીકોમાં એક ચર્ચા એવી પણ સાંભળવા મળી રહી છે કે, ખાનગી ગાડીઓવાળા માસીક મસમોટી રકમ હપ્તા પેટે ચુકવતા હોવાથી ખુલ્લી છૂટ મળી રહી છે કે કેમ ? ટ્રાફીક નિયમનના નામે તંત્ર આમ નાગરિકો પાસે હેલ્મેટ, પી.યુ.સી., વીમાના નામે દંડ સ્વરૂપે વસુલાત કરે છે. પરંતુ યાત્રીઓની જોખમકારક મુસાફરી સરાજાહેર થઈ રહી હોવાછતાં કેમ કોઈ પગલાં ભરાતાં નથી તે એક યક્ષપ્રશ્ન બન્યો છે. હચમચાવી મુકતા દ્રશ્યોથી ફરજ પર જવાબદાર આર ટી ઓ કર્મચારીઓની હાજરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે, નીતિ-નિયમો તમામ માટે સરખા હોવા જોઈએ પરંતુ તેના રખેવાળોની કામગીરી પણ શંકાશીલ હોવાથી જાહેરમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબતે જિલ્લા વડા આર ટી ઓ આ બાબતે બંને આંખ એક કરે તેવી જનતા આલમમાંથી માંગ ઉઠવા પામી છે.