સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના એન.સી.એસ.ટી. નેટવર્ક દ્વારા યોજવામા આવે છે. આ કાર્યક્રમ વર્ષ ૧૯૯૩ થી અમલ માં છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રોજેકટ કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ તરફથી પુરસ્કૃત કરેલ છે તથા ગુજરાત સરકારના શિક્ષા ખાતાએ માન્ય કરેલ છે. કાર્યક્રમ નો મુખ્ય હેતુ ૧૦ થી ૧૭ વય ના બાળકો / વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ પ્રસાર કરવાનો છે. જેમાં ૧૦ થી ૧૪ વર્ષ (નીચલી વય જુથ) તથા ૧૫ થી ૧૭ (ઉપલી વય જુથ) ના એમ બે વય જુથ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.

દર વર્ષની જેમ આ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સરકારે પરિષદમાં સક્રિય ભાગ લેવાનુ આમંત્રણ રાજ્યની તમામ શાળાઓને પાઠવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિની કામગીરી ગુજરાત કાઉન્સિલ ઓન ટેક્નોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર કે જે રાજ્ય કો-ઓર્ડિનેટર છે. તેને સોંપવામાં આવ્યુ હતું. 

ખેડા જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન ડૉ.કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- કઠલાલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવનાર હતું.

૩૦ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ નો મુખ્ય વિષય “ આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમ ની સમજણ (Understanding Eco System for Health & Well – Being) “ છે, તથા તેના પાંચ પેટા વિષયો ૧. તમારી ઇકો સિસ્ટમ ને જાણો (Know your ecosystem) ૨. આરોગ્ય, પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન આપવું (Fostering health, nutrition and well-being) ૩. ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ (Social and cultural practices for ecosystem and health) ૪. સ્વ-નિર્ભરતા માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમ (Ecosystem based approach for self-reliance) ૫. ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ (Technological innovation for ecosystem and health) છે.

ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓ https://forms.gle/y5TtBTWs2A5sTKVe7 લિન્ક ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. (સંપૂર્ણ નિ:શુલ્ક)જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પ્રોજેકટ ને રૂ.૧૦૦૦/-, દ્વિતીય આવનાર ને રૂ. ૭૫૦/- તથા તૃતીય આવનાર ને રૂ.૫૦૦/- તથા ટ્રોફી પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

જિલ્લા કક્ષાએ થી રાજ્ય કક્ષાએ કુલ ૫ અથવા ગુજકોસ્ટ કચેરી દ્વારા સૂચન મુજબના પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવશે. આ કાર્યક્રમ આંબેડકર ભવન હૉલ, પીજ રોડ, નડિયાદ ખાતે ડૉ.કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ખેડા , જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી-ખેડા , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી-ખેડા તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- કઠલાલના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના શિક્ષકો માટે એક દિવસીય તાલીમ વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ માં જિલ્લાના ૧૦ તાલુકા માંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગણિત અને વિજ્ઞાનના ૮૦ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ માં પ્રોફેસર સુરેશભાઇ રામનુજ કે જે અમદાવાદ જિલ્લાના જિલ્લા કોઓર્ડીનેટર થતાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ માં ૩૦ વર્ષ થી કાર્યરત છે. તેઓના દ્વારા શિક્ષકોને રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં નડિયાદ નગર પાલિકા ના પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીના કચેરીના શિક્ષણ નિરીક્ષક રણજીતભાઈ ડાભી, જે. આર. મેકવાન, નરેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક સુધાબેન પટેલ, ડો. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર – ખેડાના નિયામક કેશુભાઈ વાણિયા, જિલ્લા – કોઓર્ડીનેટર રોહનભાઈ વાણિયા, સહાયક કોઓર્ડીનેટર ભાવિકાબેન મકવાણા તથા મ્યુનિસિપલ હાઇસ્કૂલ ના પૂર્વ આચાર્ય જયેન્દ્રભાઈ વાઘેલા તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા