ખેડા જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

(અહેવાલ સંજય ચુનારા ખેડા)

ખેડા જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪" અંતર્ગત સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

સમગ્ર ખેડા જિલ્લામાં અંદાજીત ૫ લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે

"સ્વયં અને સમાજ માટે યોગ" થીમ અંતર્ગત જિલ્લાવાસીઓ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યવર્ધન માટે લોકોને સ્ફૂર્તિથી જોડાવા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે અપીલ કરી હતી

         પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂન ને "આતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

         તદાનુસાર વર્ષ-૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” ની થીમ અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૪ ના રોજ ૧૦માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

         "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪" ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે સાથે જ ખેડા જિલ્લામાં પણ જાન્યુઆરી ૨૦૨૪થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા અને પ્રવૃત્તિઓ દ્વારા યોગનું મહત્વ સમજાવવાની અને જન જન સુધી પહોંચાડવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જે હેતુ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. 

જિલ્લા કલેક્ટરશ્રીએ ખેડા જિલ્લામાં થનાર આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મહત્તમ લોકો જોડાય તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા અપીલ કરી હતી. 

         જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે યોગ દ્વારા સ્વંયની સાચી ઓળખ મેળવવાનો આ ઉત્તમ અવસર છે અને સ્વંય-નિર્માણથી સમાજ-નિર્માણની પ્રક્રિયામાં જિલ્લાના તમામ નાગરીકોને જનભાગીદારી નોંધાવા અપીલ કરી હતી.

       ખેડા તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ શ્રી એચ.એન્ડ ડી. પારેખ હાઈસ્કુલ, ખેડા ખાતે, મહેમદાવાદ તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ સોનાવાલા હાઈસ્કુલ, મહેમદાવાદ ખાતે, મહુધા તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ નગીના વાડી, 

આ દરેક કાર્યક્રમ સ્થળો પર LED સ્ક્રીન દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ પ્રસંગે પોતાના વક્તવ્ય દ્વારા જોમ અને જુસ્સો પૂરો પાડવાના છે.

         ગયા વર્ષે ખેડા જિલ્લાના તમામ કાર્યક્રમો થકી કુલ ૩,૮૦,૦૦૦, થી વધુ લોકો એ યોગમાં ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે સમગ્ર જિલ્લા માથી જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા ગુજરાત સરકારના તમામ વિભાગો તથા જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંગઠનો અને લોક ભાગીદારી સાથે લગભગ ૫,૦૦,૦૦૦ થી વધુ લોકો “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪" માં સહભાગી થાય તેવું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં આ દિવસે જિલ્લામાં કુલ ૩૦૦૦ યોગ ઈન્સટ્રક્ટર દ્વારા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને ૨૧ જેટલી ધાર્મિક-સામાજીક એનજીઓ સંસ્થાઓ પણ યોગદિવસ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે. 

   

         “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણીની પૂર્વ તૈયારી રૂપે ખેડા જિલ્લામાં તારીખ ૧૫ થી ૨૦ જૂન સુધી જુદા જુદા વિભાગ દ્વારા યોગનું મહત્વ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં એક સાથે ૫૦ હજાર લોકો દ્વારા સામૂહિક સૂર્યનમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો જેમાં ખેડા જિલ્લા ખાતે પણ ૫૪૭ સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.વધુમાં જાન્યુઆરીથી લઈ જૂન સુધી વિવિધ યોગ શિબિરો દ્વારા ખેડા જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ વિદ્યાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો.

         આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અક્ષય મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનસુખ તાવેથિયા સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.