જસ્મિત કુમાર દ્ધારા લેખિત ✒️ અને શૈલેષ ભમ્ભાની દ્વારા દિર્ગદર્શીત🎬 હિન્દી હૉરર વેબ સિરીઝ અન્યાશા એક અનકહી અનસુની કહાની નું ૧૫ જૂન ૨૦૨૪ ના રોજ સિનેસ્ટાર મિનિપ્લેક્સ ખાતે ભવ્ય પ્રીમિયર શૉ નું આયોજન કરાયું હતું.
  💠 વિનોદ ભમ્ભાની, સુરેશ મકવાણા, અને ભરત સોલંકી દ્ધારા નિર્મિત આ વેબ સિરીઝ માં ઓડિશન દ્ધારા ગુજરાત ભર માંથી નવા કલાકારો ને તક આપવામાં આવી હતી. તેમજ મુવીવાલે એન્ટરટેઇન્મેન્ટ માં એકટિંગ ની તાલીમ લીધેલા નંદિત રાણપુરા, સિદ્ધાર્થ શ્રીમાળી, પિયુષગીરી ગોસ્વામી, હિના મોહોડ ને લોન્ચ કરવામાં આવ્યા.
💠 અન્યાશા માં કામ કરી ચૂકેલ કલાકાર હેલી પંચાલ, ભાવિશા ચાવડા , યાશી જોશી, સ્નેહલ ગજ્જર, અને વિનોદ દાવરા, અનિકેત દરજી, વિજય ક્રિશ્ચન, રિશી સક્સેના એ આ પ્રીમિયર માં પોતાની હાજરી આપી.
💠 સ્વ. કિશનચંદ ભમ્ભાની ની યાદ માં યોજાયેલ આ ઇવેન્ટ માં ઘણા અન્ય મોંઘેરા મેહમાનો એ આ વેબ સિરીઝ ને નિહાળી હતી.
💠જસ્મીત કુમાર દ્વારા ૨૦૦૯ માં લખાયેલ આ વાર્તા ને ઘણીવાર શોર્ટ ફિલ્મ તરીકે બનાવાના યથાર્થ પ્રયત્ન કરેલ પણ કુદરતને કંઈક અલગ રીતે રજૂ કરવાનું મન હશે.
પરંતુ 'કર્મ કરેજા ફળ ની ચિંતા ના કર' માં માનનાર જસ્મીત કુમાર હાર માન્યા વગર ફરી એજ ખુમારી થી આનું નિર્માણ શરુ કર્યું, જેમાં શૈલેષ ભમ્ભાની એ થોડા ખરા 5G જનરેશનને મજા આવે એવા ફેરફાર અને અદભુત ક્રિએટિવિટી સાથે પોતાના  ડિરેકશન થી આ પ્રોજેક્ટ માં ચાર ચાંદ લગાવી દીધા. છે જે કાલે થિયેટરમાં નજર આવતા હતા,
💠 લગભગ એક વર્ષ ની મેહનત અને ઘણી બધી છેતરપિંડી નો ભોગ બન્યા બાદ પણ શૈલેષભાઈ જસ્મીત કુમાર ના આધારસ્તંભ બની ભાઈની જેમ તન મન અને ધન થી આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. જેમાં ભરત સોલંકી એ અદભુત ફાળો આપ્યો. અને તેઓ સાબિત કરી બતાવ્યું કે અમે કોઈના રોકવા થી રોકવાના નથી.
💠 રાજ અને ડીકે ની જેમ ગુજરાતી જોડી બની ગયેલ જસ્મિત કુમાર અને શૈલેષ ભમ્ભાની એ અન્ય ૦૩ આગામી પ્રોજેક્ટ સાથે કરી રહ્યા છે, જેમાં એક ગુજરાતી અર્બન ફિલ્મ નું શૂટિંગ પૂરું કરી ચુક્યા છે, અને અન્ય પ્રોજેક્ટ માટે ટૂંક સમય માં ઓડિશન જાહેર કરશે. ઓલ્ડ મસ્ક એન્ટરટેઇન્મેન્ટ  (OLDMUSK ENTERTAINMENT) ની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર અન્યાશા વેબ સિરીઝ નું મેકિંગ જોઈ શકાય છે. 'અન્યાશા' માં બાકી કલાકારો સાથે દેવરાજ સોલંકી ના કિરદાર ને લોકો એ ખુબ વખાણયો. ને સૌએ આ વેબ સિરીઝ ને જલ્દી થી જલ્દી ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર જોવા માટે ની આતુરતા જતાવી. ફરી એકવાર આ વેબસિરીઝ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ ટેકનિકલ સ્ટાફ સાથે બધાને ખૂબ ખૂબ અભિનંદન⚘️ અને આ હિત રહે તેવી શુભેચ્છા🌹 સાથે હાજર રહેલ તમામ મીડિયા મિત્રોનો સહકાર સાથે નમસ્કાર 🙏