આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગરૂપે આજરોજ પાવીજેતપુર હાઇસ્કુલ માંથી ભવ્ય તિરંગા રેલી નીકળી સમગ્ર પાવીજેતપુર નગરમાં ફરી હતી.
સમગ્ર દેશમાં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ ખૂબ જ ઉત્સાહ ઉમંગથી ઉજવાય રહ્યો છે ત્યારે પાવીજેતપુર નગર માં ૧૨ ઓગસ્ટ ના રોજ ગ્રામ પંચાયત દ્વારા ઘેર ઘેર તિરંગો આપી દેવામાં આવ્યો હતો તેમજ 13 ઓગસ્ટ ના રોજ શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કુલથી તિરંગા રેલી ભવ્યતાથી આખા નગરમાં ફરી હતી. શેરીએ શેરીએ, ઘરે ઘરે, દુકાને દુકાને લોકોએ તિરંગો લહેરાવી પોતાની દેશ ભક્તિ વ્યક્ત કરી હતી. પાવીજેતપુર હાઈસ્કૂલ માંથી નીકળેલી રેલી તીનબત્તી થઈ, વનકુટીર જઈ, નાની બઝાર, મોટી બઝાર વગેરે ગામના મોટાભાગના વિસ્તારોમાં તિરંગા રેલી ફરી હતી. ડીજેના તાલે દેશભક્તિ ગીતો વાગતા તિરંગા લહેરાતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
આમ, પાવીજેતપુર નગર માં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે પાવીજેતપુર હાઈસ્કૂલ થી સમગ્ર નગરમાં તિરંગા રેલી અમૃત મહોત્સવ ના ભાગરૂપે નીકળી હતી.