અમીરગઢના ડાભેલી નજીક જીપડાલાની ટક્કરે સ્કુટર સવાર યુવકનું મોત થયું હતુ. જ્યારે બે યુવકોને ગંભીર ઇજા થઈ હતી.અમીરગઢ તાલુકાના હડમાના(ચિકનવાસ) માં રહેતા ભીખાભાઈ ભોમાભાઈ ડુંગાઈશા સ્કૂટર નંબર જીજે-08-ડીએફ-3740 લઈને ગામના સોમાભાઈ થાવરાભાઈ વાંશીયા અને દિનેશભાઈ જોગાભાઈ ભગોરા સાથે પાલનપુર જઈ રહ્યા હતા.
ત્યારે ડાભેલી નજીક પીકપ ડાલા નંબર જીજે-08-એડબલ્યુ-2506 નાં ચાલકે પુર ઝડપે હંકારી સ્કૂટરને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ત્રણે જણ નીચે પટકાયા હતા. જેમાં ભીખાભાઈ ભોમાભાઈ ડુંગાઈશાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.જ્યારે સોમાભાઈ થાવરાભાઈ વાંશીયા અને દિનેશભાઈ જોગાભાઈ ભગોરાને ગંભીર ઈજાઓ થઈ હતી.મૃતકના ભાઈ ભાણાભાઈએ ડાલાના ચાલક વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.