ડીસા તાલુકાના નવી ભીલડીમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભીલડી રેલ્વે સ્ટેશનની સામે અને પોલીસ સ્ટેશન જવાના મુખ્ય રસ્તા પર નાળાનાં ગટરના ઉપરના ભાગમાં આર.સી.સી.નું નાળુ બનાવવામાં આવ્યું હતું. અચાનક આરસીસીની છત તૂટી જતા ગાબડું પડ્યું હતું. ત્યારે મંગળવારે જીપ ખાબકી હતી. જેથી જીપને મોટું નુકશાન થયું હતું.

આ અગાઉ સિમેન્ટની ઇંટો ભરી ટ્રેકટ્રર પસાર થતું હતુ. ત્યારે અચાનક આરસીસીમાં ગાબડું પડતાં પલટી જતાં આજુબાજુથી લોકો દોડી આવીને ટ્રેકટરને જે.સી.બી. દ્રારા બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ એક છકડો પણ ગટરમાં ખાબક્યો હતો. જ્યારે ફરીથી મંગળવારે જીપ ખાબકતા લોકોનો નેશનલ હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.એક જ મહિનામાં ત્રણ વખત ગટરનો સ્લેબ તૂટવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાવાળાઓ આંખ આડા કાન કરી રહ્યા છે.