બેંક ઓફ બરોડા સુરેન્દ્રનગર દ્વારા આજરોજ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદમાં કિશાન મિત્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના સંચાલક શ્રી ભયલુ બાપુ દ્વારા કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ શ્રી ભયલુબાપુનાં રૂડા આશીર્વાદ થી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી જેમાં માર્ગદર્શન માટે બેંક ઓફ બરોડા નાં ક્ષેત્રીય પ્રબંધક પ્રશાંતકુમાર બાલ તથા ડેપ્યુટી ક્ષેત્રીય પ્રબંધક શ્રી વિનોદકુમાર ઠાકુર હાજર રહ્યા હતા તેમ જ બેંક ઓફ બરોડા ના જુદા જુદા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને બેંક દ્વારા આપવામાં આવતા જુદા-જુદા ઘીરાણો અને યોજનાઓ અને ડિપોઝિટ વિશે ખૂબ જ સરળ અને સચોટ માહિતી આપવામાં આવેલ તેમ જ જુદી જુદી શાખા ના બી. સી. નું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રગતિશીલ ખેડૂત તરીકે કનુભાઈ ડી.ખાચર બાબરકોટ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને આ શિબિર નો ખુબ જ વિશાળ સંખ્યા મા ખેડૂતો એ લાભ લીધો હતો
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
 
  
  
  
   
   
  