રેસિડેન્શિયલ એટલે કે રહેણાંક યૂનિટ પર ત્યારે જ ટેક્સ લાગશે કે જ્યારે કોઈ બિઝનેસ એન્ટિટિને ભાડે આપવામાં આવે છે.
સાથે જ એવું પણ જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ પર્સનલ યૂઝ માટે મકાન ભાડે આપે છે તો તેના પર કોઈ GST નહીં લાગે.
જો મકાન માલિક અથવા કોઈ ફર્મનો પાર્ટનર રેસિડેન્સને પર્સનલ યૂઝ માટે ભાડે આપે છે તો તેના પર પણ GST નહીં લાગે.

મતલબ કે સામાન્ય લોકોને GST આપવો નહીં પડે, તે લોકોએ GST આપવો પડશે કે જેઓ ભાડાના મકાનનો ઉપયોગ પોતાના બિઝનેસ માટે કરે છે.
નવી દિલ્હી: GST કાઉન્સિલ (GST Council)ની ગત મહિને મળેલી બેઠકમાં GST નિયમોમાં ઘણાં બદલાવ કરાયા હતા. આ બદલાવ 18 જુલાઈથી લાગુ થયા છે. જેમાં ભાડા પર GST (GST on rent) સાથે જોડાયેલો નિયમ પણ સામેલ છે. 17 જુલાઈ સુધી ભાડા પર GSTની કોઈ વ્યવસ્થા નહોતી. પરંતુ, GST કાઉન્સિલની ભલામણો બાદ 13 જુલાઈએ જાહેર નોટિફિકેશનમાં ભાડા પર GST લાગુ થયો છે પરંતુ, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ ભાડા પર ટેક્સ લાગુ થશે.

જેમાં જણાવાયું છે કે, રેસિડેન્શિયલ એટલે કે રહેણાંક યૂનિટ પર ત્યારે જ ટેક્સ લાગશે કે જ્યારે કોઈ બિઝનેસ એન્ટિટિને ભાડે આપવામાં આવે છે. સાથે જ એવું પણ જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ પર્સનલ યૂઝ માટે મકાન ભાડે આપે છે તો તેના પર કોઈ GST નહીં લાગે. જો મકાન માલિક અથવા કોઈ ફર્મનો પાર્ટનર રેસિડેન્સને પર્સનલ યૂઝ માટે ભાડે આપે છે તો તેના પર પણ GST નહીં લાગે. મતલબ કે સામાન્ય લોકોને GST આપવો નહીં પડે, તે લોકોએ GST આપવો પડશે કે જેઓ ભાડાના મકાનનો ઉપયોગ પોતાના બિઝનેસ માટે કરે છે. તારીખ 18 જુલાઈથી લાગુ નવા નિયમો હેઠળ જો કોઈ અનરજિસ્ટર્ડ પર્સન (નોકરિયાત વ્યક્તિ અથવા નાનો વેપારી) પોતાનો ફ્લેટ GST હેઠળ રજિસ્ટર્ડ પર્સન (ઉદાહરણ તરીકે કોઈ કંપની)ને આપે છે તો ભાડા પર GST લાગશે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ (reverse charge mechanism) હેઠળ ભાડૂતને ભાડા પર 18 ટકા GST આપવાનો રહેશે.

કેન્દ્ર સરકારે કહ્યું કે આવાસ સંકુલને ખાનગી હેતુ માટે ભાડે આપતા GST નહીં લાગે. સરકારે તે રિપોર્ટ ફગાવ્યો છે કે જેમાં એવું કહેવાયું છે કે ઘરના ભાડા પર 18 ટકા GST લાગશે. GST ત્યારે જ લાગશે કે જ્યારે આવાસ સંકુલને કોઈ વ્યાવસાયિક એકમને ભાડે આપવામાં આવશે. રિપોર્ટ મુજબ, જો કોઈ કંપનીએ પોતાના કોઈ કર્મચારી અથવા ડિરેક્ટર માટે ફ્લેટ ભાડે લીધો છે અને મકાન માલિક GSTમાં રજિસ્ટર્ડ નથી તો તે મામલે કંપનીએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડા પર GST આપવાનો રહેશે. જો કર્મચારીએ મકાન ભાડે લીધું છે અને કંપની તેના પૂરા ભાડાની ચૂકવણી નથી કરતી ત્યારે ભાડા પર GST નહીં લાગે. જો મકાન માલિક અને ભાડૂત બંને GST હેઠળ રજિસ્ટર્ડ નથી તો તે મામલે ભાડા પર ટેક્સનો નિયમ લાગું નહીં થાય.