વેજલપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એસ એલ કામોલ ને ખાનગી રાહે બાતમી મળેલ કે એક લાલ કલર ની ગાડી જેનો નંબર GJ-20-AH-5753 છે જે ગાડીમાં વેજલપુર બાજુથી એક ઇસમ વિદેશી દારુ ભરી લઈને ગેંગડીયા ચોકડી થઇ રવેરી તરફ જનાર છે તેવી બાતમી આધારે ગેંગડીયા ચોકડી ખાતે વોચ રાખી પોલીસ સ્ટાફને વાકેફ કરી તેઓની સાથે ગેંગડીયા ચોકડી વોચમાં ગોઠવાઈ ગયેલ અને થોડી વારમાં બાતમીવાળી લાલ કલરની ગાડી પુર ઝડપે આવતી હોય જરૂરી આડસો ઉભી કરી સદર ગાડીને ઉભી રાખેલ અને સદર ગાડીના ચાલકને નીચે ઉતારી અને તેનું નામ ઠામ પુછતા તેને પોતે પોતાનું નામ કેતન ઉર્ફે અતુલ બચુભાઈ પરમાર ઉ.વ ૩૧ રહે.રવેરી બસ સ્ટેન્ડ ફળિયું તા.ધોધબા જી.પંચમહાલ હોવાનું જણાયુ હતું. મુદામાલ ક્યાંથી અને કોણે આપેલો જે બાબતમાં પકડાયેલ ઇસમ કેતન ઉર્ફે અનુલ બચુભાઈ પરમાર નાઓને બે પંચો રૂબરૂ પૂછપરછ કરતા તેને ગેંગડીયા થી વેજલપુર તરફ રોડની સાઈડમાં ખુલ્લા મેદાન માં ખરસાલીયા ગામમાં રહેતા અજય ઉર્ફે ઢોલો મનહરસિંહ સોલંકી નાઓએ સફેદ કલરની વાનમાં આપી ગયેલ તેમ જણાયુ હતું જેથી સદર ઇસમને સાથે રાખી તેની ગાડી ને જોતા તે લાલ કલરની ટાટા કંપની ની અલ્ટો ગાડી હતી તેની આગળ તથા પાછળ ના ભાગે રજીસ્ટ્રેશન નંબર જોતા GJ-20-AH-5753 નો હોય અને ગાડી પાછળ ડીકી ખોલીને જોતા તેમાં ખાખી કલરના પૂઠાવાળી પેટીઓમાં બિયર ના ટીન કુલ ૯૬ રૂ ૧૨,૦૦૦/ તથા ઈંગ્લીશ દારૂના કાચ ના કવાટર ૧૪૪ રૂ ૧૪,૪૦૦/ બે મોબાઈલ રૂ ૭,૫૦૦/ કાર રૂ ૫,૦૦,૦૦૦/ મળી પ્રોહી મુદામાલ કુલ કિંમત રૂ.૫૩૩૯૦૦ નો જપ્ત કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી