પાવીજેતપુર પંથકમાં વાવાઝોડા સાથે મેઘાની થયેલી પધરામણી
પાવીજેતપુર પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવી મેઘાની પધરામણી થતા ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું.
પાવીજેતપુર પંથકમાં સવારથી જ ગરમી અને બાફનું પ્રમાણ ખૂબ વધી જવા પામ્યું હતું. ગરમીના કારણે મેઘાની પધરામણી થશે એમ લાગતું જ હતું. સાંજના પાંચ વાગ્યાના અરસામાં વાદળો ઘેરાઈ જતા, વાવાઝોડું ચાલુ થતાં ધૂળ ની ડમરીઓ ઉડતા કેટલાય છાપરા, બોર્ડો ઉડી જવા પામ્યા હતા. છ વાગ્યાના અરશામાં એકાએક મેઘાની પધરામણી થઈ જવા પામી હતી. ધમાકેદાર મેઘાની એન્ટ્રી થતાં પાવીજેતપુર પંથકમાં ઠેક ઠેકાણે પાણી જોવા મળતા હતા. તો કેટલાક લોકો પોતાના ધાબા ઉપર ચડી પાણીનો નિકાલ કરતા નજરે પડતા હતા.
આમ, પાવીજેતપુર પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી વાવાઝોડા સાથે મેઘાની પધરામણી થવા પામી હતી.