પાવીજેતપુર પંથકમાં ચોમાસા પૂર્વે પોતાની છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર પંથકમાં ચોમાસા પૂર્વે વરસાદથી રક્ષણ મેળવવા માટે પોતાની છત ઉપર ગરીબો પ્લાસ્ટિક લગાવતા નજરે પડે છે.
સામાન્ય રીતે માલેતુજાર લોકો પોતાની બાલ્કની માં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે. જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરા પણ કાણા હોય તેથી જેવું બહાર ચોમાસુ તેવું જ ઘરની અંદર પણ ચોમાસુ થઈ જતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રીપેરીંગ કરતા હોય છે. અથવા જરૂરી પતરા બદલી કાઢતા હોય છે. પરંતુ સાવ ગરીબ વર્ગ છે કે જેઓ પતરા રિપેર કરાવી શકતા નથી કે પતરા બદલી શકતા નથી. એવું ગરીબ વર્ગના લોકો પોતાના છાપરા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ, જેને પ્લાસ્ટિકની સાઈઝો જેહવામાં આવે છે તે નાખી વરસાદથી રક્ષણ મેળવવા માટેની કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે.
પહેલાના સમયમાં છાપરાઓ ઉપર નળિયા નાખવામાં આવતા હતા. જે ચોમાસા પૂર્વે ચારી દેવામાં આવતા, જરૂરી નળિયા બદલી કાઢવામાં આવતા, જેનાથી ચોમાસા પૂર્વે ની તૈયારી થઈ જતી હતી. પરંતુ હવે નળિયા જ બજારમાં બંધ થઈ ગયા છે ત્યારે લોખંડના તેમજ સિમેન્ટના પતરા જ મળે છે. જે ગરીબ વર્ગને મોંઘા પડે છે ત્યારે આવો વર્ગ પોતાની જર્જરીત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટી નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે.
આમ, પાવીજેતપુર પંથક માં ચોમાસા પૂર્વે ગરીબો પોતાની છત ઉપર પ્લાસ્ટિક લગાવી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.
ફોટોલાઇન : પાવીજેતપુર પંથકમાં ચોમાસા પૂર્વે પોતાની છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો તસ્વીર માં નજરે પડે છે.