સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. જેમાં 90 દિવસ માટે આ પ્લેટફોર્મ બંધ કરાયું છે જેની અસર પેસેન્જરને થશે. તમને જણાવી દઈએ કે, બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં 4 બંધ રાખવામાં આવ્યું છે. તાપી ગંગા, સુરત છપરા ક્લોનની ટ્રેન ઉધનાથી ઉપડશે. તેમજ અમરાવતી સહિતની 9 ટ્રેન પણ ઉધનાથી ઉપડશે. જેમાં તમામ પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે.