પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.