President Murmu Dissolve 17th Parliament: લોકસભા ચૂંટણી પછી સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, NDA ગઠબંધનના નેતાઓ આજે સાંજે જ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને સરકાર બનાવવાનો દાવો કરશે. એક કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને રાજીનામું આપીને લોકસભા ભંગ કરવાનું સૂચન કર્યું હતું, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. આ બેઠકમાં જેડીયુના વડા નીતીશ કુમાર, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, આજસુના વડા સુદેશ મહંતો, આરએલડીના વડા જયંત ચૌધરી, જનસેનાના વડા પવન કલ્યાણ, મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ)ના વડા એકનાથ શિંદે, એલજેપી (રામવિલાસ)ના વડા ચિરાગ પાસવાન, અપના દલ (સોનાલાલ)ના નેતા અનુપ્રિયા પટેલ અને હમના વડા જીતનરામ માંઝી હાજર રહ્યા હતા.