રાજ્યની તમામ 26 એ 26 બેઠકો જીતવાની હેટ્રિક ઉપર બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લગાવી બ્રેક

ગાંધીનગર બેઠક પર અમિત શાહ રાજકોટ બેઠક પરસોત્તમ રૂપાલા પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયા સહિત ના કેન્દ્રીય મંત્રીઓનો વિજય રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો

પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ નો નવસારીની બેઠક પરથી વિજય

લોકસભાની 2026 ની ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થતાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ના તમામે તમામ 26 બેઠકો જીતવાની હેટ્રિક કરવાના મનસુબા ઉપર પાણી ફેરવ્યું હતું, જોકે ભાજપાએ ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, બનાસકાંઠાની એકમાત્ર બેઠક કોંગ્રેસના ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા હતા. રાજ કાપડિયા 9879106469 સમાચારને જાહેરાત આપવા માટે સંપર્ક કરો

સમગ્ર રાજ્યમાં આજરોજ સવારે લોકસભાની તમામે તમામ 26 બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં અગાઉથી જ અનુમાન મુજબ એકાદ બે બેઠકો કોંગ્રેસના ફાળે જશે ની ચર્ચાઓ મુજબ બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોર નો વિજય થયો હતો . ગેનીબેન ઠાકોરે તેઓના પ્રતિ સ્પર્ધક ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરીને 15,000 મતોથી પરાજિત કર્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર નો વિજય થયો નહોતો. ભરૂચ ની બેઠક ઉપર સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રર વસાવા વચ્ચે જંગ મંડાયું હતું, જેમાં ચર્ચાસ્પદ બન્યું હતું કે ચેતર વસાવા મનસુખ વસાવા ને પરાજિત કરવામાં સફળતા મેળવશે પરંતુ સાતમી વાર ચૂંટણી લડતા સાંસદ મનસુખ વસાવા એ ચૈતર વસાવાને પરાજય આપ્યો હતો, ગાંધીનગર બેઠકો પર કેન્દ્રી ગૃહ મંત્રી અમિત શાહ નો ભવ્ય વિજય થયો હતો, કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયા નો પોરબંદર બેઠક ઉપરથી ભવ્ય વિજય થયો હતો, જ્યારે રાજ્યની સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠક ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમની ઉમેદવારીથી ક્ષત્રિય આંદોલન સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ફેલાયો હતો એ બેઠક પરસોત્તમ રૂપાલા પણ લાખો મતો થી વિજેતા બન્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ નવસારીની બેઠક પરથી વિજેતા બન્યા છે, એકમાત્ર બનાસકાંઠાની બેઠકને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની તમામે તમામ ૨૫ બેઠકો ઉપર ભવ્ય વિજય પ્રાપ્ત કરી ગુજરાત ભાજપનું ઘઢ હોવાનો સાબિત કરયુ છે.