અંબાજી નજીક આવેલી પાન્છા ગ્રામ પંચાયતની કચેરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અંબાજી પોલીસે અંબાજી નજીક આવેલા રાજસ્થાનથી ચોરીના આરોપીને પકડ્યો છે. આ ચોરીમાં મળેલા કુલ 4 આરોપી દ્વારા ચોરી કરવામાં આવી હતી. હાલમાં અંબાજી પોલીસે એક આરોપી ને પકડ્યો છે. ત્યારે ત્રણ આરોપી ફરાર છે. અંબાજી પોલીસ બીજા આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અંબાજી નજીક પાંછા ગ્રામ પંચાયતમાં થોડા દિવસ અગાઉ ઓફિસથી કોમ્પ્યુટર, મશીનરી આરોપી લઈ ગયા હતા. પંચાયત કચેરીથી વધુમાં લેમિનેશન મશીન, ઝેરોક્ષ મશીન, સીપીયુ, મોનિટર સહિત તાળું તોડીને આરોપીઓ લઈ ગયા હતા. પાન્છા ગ્રામ પંચાયત દ્વારા અંબાજી પોલીસ મંથકે ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ અંબાજી પોલીસ દ્વારા ચોરીના આરોપીઓની તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરોમાંથી એક આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

આરોપીએ અગાઉ પણ થયેલી બોર ચોરીની કબૂલાત કરી હતી. અંબાજી નજીક પાન્છા ગ્રામ પંચાયતમાં થયેલી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. જ્યારે રૂ.1,17,000 ની ચોરી કરી હતી.