તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે કલાક.૦૫:૦૦ થી મત ગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી દાહોદ બી ડિવિઝન પો.સ્ટે તરફ જવા ત્રણ રસ્તાથી સમીર હઠીલાના દવાખાના સુધી નો-વ્હીકલ ઝોન જાહેર રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |

દાહોદ : આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ એન્જીનિયરીંગ કોલેજ છાપરી દાહોદ ખાતે મતગણતરી થનાર હોય, મતગણતરી કેન્દ્ર ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે કલાક.૦૫:૦૦ થી મત ગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ભારે જનમેદની એકત્રીત થનાર હોઈ આ મતગણતરી દરમ્યાન દાહોદ શહેર, જીલ્લાની પ્રજાને પોતાની રોજીંદી કામગીરી દરમ્યાન ટ્રાફીકમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે દાહોદ બી ડિવિઝન પો.સ્ટે તરફ જવા ત્રણ રસ્તાથી સમીર હઠીલાના દવાખાના સુધી નો-વ્હીકલ ઝોન જાહેર કરવા માટે તા.૦૪/૦૬/૨૦૨૪ના દિન-૧ સવારના ૦૫:૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવી છે.

આ હુકમ ધી મોટર વ્હીકલ્સ એકટ, ૧૯૮૮ની કલમ ૧૧૨(૩)માં જણાવેલ વાહનો, પોલીસ સુરક્ષા દળના વાહનો તથા આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તેમજ રોડ ઉપર અવર-જવર કરતા ઈમરજન્સી વાહનો સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ, ગર્ભવતી સ્ત્રીઓને અને ગંભીર બિમાર વ્યક્તિઓને લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં. સરકારી સેવામાં હોય તેવા અધિકારીશ્રીના વાહનો તેમજ સરકારી સેવામાં હોય તેવા વ્યક્તિઓના વાહનોને આ લાગુ પડશે નહી.

શિક્ષા: આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજવતાં પોલીસ કોન્સટેબલ થી નીચે ના હોય તે પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. એમ નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ રાવલે જાહેરનામા દ્વારા જણાવ્યું છે.