ડીસાની ધરતી રેસીડન્સીમાં પાંચ વર્ષનો બાળક 20 ફૂટ ઉંચે અગાશીમાંથી નીચે પટકાયો હતો. જેને ગંભીર ઇજા થતાં પાલનપુરથી અમદાવાદ સારવાર માટે ખસેડાયો હતો. દરમિયાન સેવાભાવી સંગઠનો અને લોકોની આર્થિક મદદથી સારવાર કરાવી હતી.

ડીસાની ધરતી રેસીડન્સીમાં રહેતો ભાવેશ (ઉ.વ.5) મકાનની અગાશી ઉપરથી 20 ફૂટ નીચે પટકાયો હતો. જેને પાલનપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સેવાભાવી સંસ્થાઓએ મદદ કરી હતી.

આ અંગે હિંદુ યુવા સંગઠનના નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સ મોકલી ધવલને ડીસાની ડો.મુકેશ રાવલની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના રિપોર્ટ નોર્મલ આવતાં રજા અપાઇ છે. જેની સારવાર પાછળ રૂ.70,500 નો ખર્ચ થયો હતો. સોનોગ્રાફી રૂ.9000, એમ્બ્યુલન્સ રૂ. 5000 ખર્ચ છે.

જેમાં બંસી કાઠિયાવાડીના શિવાભાઈએ ભોપાનગર મિત્ર મંડળના રૂ.30,000 ફંડ પેટે આપ્યા હતા. 7 સ્ટાર ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રૂ.5000 દવામાં આપ્યા હજી બાકીના બિલમાં સહયોગ હિંદુ યુવા સંગઠન અને અમે મુકેલ સોશિયલ મીડિયા દ્વારા કરાશે.