ભાભર વિસ્તારમાંથી ચોરીના સાત ચોરીના મોટર સાયકલો એક ઇસમને LCB એ ઝડપી પાડ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં મોટર સાયકલ ચોરી કરી હતી. LCBએ સાત મોટરસાયકલ કબજે લઈ તેનો ભેદ ઉકેલ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલ ચોરીના કેટલાય બનાવો સામે આવ્યા હતા. તસ્કરો રાત્રી દરમિયાન કે પછી ભરબજારમાંથી મોટરસાયકલોની ચોરી કરતા હતા. બનાસકાંઠા એલસીબીને બાતમી મળતા ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલક આવતા તેને રોકી પૂછપરછ હાથ ધરી હતી. એલસીબી પોલીસને શંકાસ્પદ યુવક અને મોટરસાયકલ લાગતા તેની અટક કરી વધુ પૂછપરછ કરતા યુવક પાસેથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી સાત જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇકની ઉઠાતરી કરી હોવાનું કબુલાત કરી હતી.
જોકે, પોલીસે આરોપી રિઝવાન અબ્દુલભાઈ સુમરા રહે લુદરા દિયોદર વાળા પાસેથી સાત મોટરસાયકલ કબજે કરી એકની અટકાયત કરી તેના સાથી મિત્ર આરોપી અરવિંદભાઈ દરગાજી માળી રહે થરાદ અને દર્શન પ્રભુભાઈ જોશી રહે વાસરડા વાવ વાળાને પકડવા તજવીજ હાથ ધરી છે.