ઝાલોદ પોલીસે સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૂ ઝડપી પાડયો હતો જોકે ગાડી ચાલક ફરાર થઈ ગયો.હતો. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

(રચનાત્મક તસવીર)

દાહોદ જિલ્લાની ઝાલોદ ડી.વાય.એસ.પી પટેલને બાતમી મળી હતી કે કમલેશ રતન ડામોર (રહે.મઘાનીસર, ઝાલોદ) રાજસ્થાન ડુંગરા તરફથી ઝાલોદ તરફ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેનો નંબર GJ-15-CF-3941માં વિદેશી દારૂ ભરીને લાવી રહ્યો છે. તે બાતમીને આધારે ખરસાણા ગામે કટારા ફળીયામા રોડની સાઈડમાં બાતમી વાળા વાહનની વોચ કરી રહ્યા હતા તે દરમ્યાન બાતમી વાળુ વાહન આવતા તેને રોકવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવતા ગાડીના ચાલક દ્વારા ગાડી વળાવી નાસી છૂટવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો. પોલીસને ચકમો આપી ગાડી ચાલક ગાડી મુકી ઝાડી ઝાખરાનો લાભ લઈ નાસી છુટ્યો હતો . પરંતુ પોલીસ દ્વારા નાસી છુટેલી વ્યક્તિને ઓળખી લેવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા ફોર વ્હીલર ગાડીની તલાસી લેતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની 27 પેટી મળી આવી હતી. આ વિદેશી દારૂની કુલ 780 બોટલો જેની કિંમત અંદાજીત 118500 અને ફોર વ્હીલર ગાડીની કિંમત 200000 થઈ કુલ 318500 નો મુદ્દામાલ પોલીસ દ્વારા ઝડપી પાડયો હતો. ફરાર આરોપી કમલેશ ડામોર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.