પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.