કાલોલ નજીક આવેલ પાંડુ મેવાસ ગામે સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સદનશાહ પીર દાદા ની દરગાહ આવેલી છે જે પરંપરાગતરીતે દરવર્ષે ઈસ્લામી ઝિલ્કદ મહિનાની મુસ્લીમ ૧૭/૧૮ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે પાન્ડુ મેવાસ અશરફી કમેટી દ્રારા તારીખ ૨૭/૦૫/૨૦૨૪ રવિવાર ના રોજ ઉર્ષના પહેલા દિવસે ઝુલુસ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં પાન્ડુ ગામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ-ચાદરની રસમ અદા કરી હતી અને તારીખ ૨૮/૦૫/૨૦૨૪ સોમવારના રોજ દરગાહ ખાતે પધારનાર સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ ન્યાઝનું આયોજન કરાયું હતું. હઝરત સૈયદ દાદા સદનશાહ સરમસ્ત બાબાના દરબારમાં બે દિવસીય ઉજવાયેલા દબદબાભેર ઉર્ષની ઉજવણી અંતર્ગત કાલોલ સહિત પંચમહાલ જીલ્લા તેમજ વડોદરા શહેર સહિત સમગ્ર જીલ્લાના દૂર-દૂરથી પધારેલા હિન્દુ-મુસ્લીમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં સંદલ શરીફની રસમ હઝરત સૈયદ કલંદર બાબા પાલી સેવાલીયા વાળા સાથે સુરત સ્થિત રિફાઇ સાહેબની મોટી ગાદીના ધર્મગુરુ સૈયદ ગૌષુદ્દીન રિફાઇ ઉર્ફે હઝરત સાહેબ અને હઝરત સૈયદ વજીઉદ્દીન રીફાઇ ઉર્ફે હુશેન સાહેબ ના હસ્તે અદા કરવામાં આવી હતી.સાથે ભારે અકિદતપૂર્વક સલાતો સલામના નજરાનાની સાથે ફુલ ચાદર તેમજ ફાતેહા પેશ કરી સર્વે કલ્યાણ માટેની દુવા માંગવામાં આવી હતી.કહેવાય છે કે બે દિવસીય ચાલેલા ઉર્ષ મેળા માં હજારો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દાદા ના મજાર શરીફના દીદાર કરી ધન્યતા અનુભવે છે અને અહીંયા રાખવામાં આવતી દરેક માનતા પૂર્ણતાના આરે પહોંચતી હોવાથી શ્રદ્રાળુઓનો મેળો વાર-તહેવારે લાગેલો રહેતો હોય છે