ગત તા.23 મેના રોજ આગથળા ગામે દિયોદર તાલુકાના સેસણ ગામના મીસરીખાન જુમેખાન બલોચ પોતાના પીકઅપ ડાલામાં પશુઓ ભરી ડીસા લઇ જતા હતા, ત્યારે અખેરાજસહિ પરબતસિંહ વાઘેલા, નકુલસહિ,જગતસહિ, પ્રવણિસીહ તેમજ હમીરભાઇ ઠાકોરે મીસરીખાનને માથાના તેમજ શરીરના ભાગે હથિયારથી માર માર્યો હતો. જેથી તેનું મોત થયું હતું.

જે અંગેનો ગુનો દાખલ થયેલ હતો. જે બાબતે આ હત્યા મોબલિંચિગ અંતર્ગત થઈ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. જેથી ભુજ રેન્જના પોલીસ મહા નિર્દેશક ચીરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગુનાની ગંભીરતા જાણી આરોપીઓ વિરુધ્ધમાં સખ્ત ર્કાયવાહી થાય તે હેતુથી સદર તપાસ ડીસા તાલુકા પીઆઇ એ.વી.દેસાઇને સોંપી હતી.

ગુનામાં પ્રાથમકિ દ્રષ્ટ્રીએ જણાવેલ નામ સવિાયના બીજા ઘણા બધા આરોપીઓ સંડોવાયેલ હોઇ તેમના સામે ટેકનીકલી તથા સ્પોટના અગત્યના પુરાવા એકત્ર થાય તેવા હેતુથી એલ.સી.બી. એસ.ઓ.જી., પેરોલ ર્ફલો સ્કોડ તેમજ સાયબર ક્રાઇમ, ટેકનીકલ ટીમ સહીત અલગ અલગ કુલ-10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ સંકલનમાં રહી ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (1) નકુલસહિ અનોપસહિ વાઘેલા રહે.જુના વાતમ તા.દીયોદર (2) જગતસહિ બળવંતસહિ સોલંકી રહે.જુના મોજરૂ તા.દીયોદર (3) શવિપાલ ઉફે હમીરભાઇ પ્રહલાદભાઇ ઠાકોર રહે.દીયોદર તા.દીયોદરની તાત્કાલિક ધરપકડ કરી હતી.

ત્યારબાદ તપાસ ટીમ દ્વારા તેઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી (1) ભાવેશભાઇ રાણાભાઇ વશરામભાઇ ઠાકોર મુળ રહે.બીયોક તા.વાવ હાલ રહે.લહેરીપુરા, દીયોદર તથા (2) યશકુમાર જયંતીભાઇ રૂપાભાઇ દરજી મુળ રહે.ઓઢા તા.દીયોદર હાલ રહે. બંસીધર સોસાયટી, દીયોદર (3) મહીપાલસહિ જબરસહિ વાઘેલા રહે.વાતમ તા.દીયોદર તથા (4) નાગપાલસહિ ગણપતસહિ વાઘેલા રહે.વાતમ તા.દીયોદર (5) દરીયાખાન ઉફે દરુ અકબરખાન બલોચ રહે.સેસણ તા.દીયોદરને ટેકનીકલ હ્યુમન સોંસથી મળેલ માહીતી આધારે અલગ અલગ જગ્યાઓથી ઝડપી લીધેલ છે.

જેમાં એલસીબીની ટીમે આ ગુનાના મુખ્ય આરોપી (1) અખેરાજસહિ ઉફે અખી બન્ના પરબતસહિ વાઘેલા રહે.વાતમ તા.દીયોદર (2) ર્હષદપુરી ઉફે રોકી બાપજી નરેશપુરી ગૌસ્વામી રહે.નવા શવિ મંદીર, દીયોદર મુળ રહે.દલવાડા તા.પાલનપુરને રાધનપુર ખાતેથી ઝડપી લીધેલ છે. એસ.ઓ.જી.,પાલનપુરની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી વષ્ણુિભાઇ મફાભાઇ રાવળ રહે.કુવાળા તા.ભાભર જી.બનાસકાંઠાને વોધ તા.ભચાઉ ખાતેથી ઝડપી લીધેલ છે.

બનાસકાંઠા પોલીસ દ્વારા ઉક્ત ચકચારી ગુનામાં અગાઉના ત્રણ સહીત વધુ દસ મળી કુલ-13 આરોપીઓની ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના મુખ્ય ષડયંત્ર કરતા આરોપીઓમાં અખેરાજસહિ ઉફે અખી બન્ના પરબતસહિ વાઘેલા રહે.વાતમ તા.દીયોદર દરીયાખાન ઉફે દરુ અકબરખાન બલોચ રહે.સેસણ તા.દીયોદરનાઓ હોવાનુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.