કઠલાલ શેઠ.એમ.આર.શાળા ના પ્રાંગણમાં ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સમસ્ત શેઠ.એમ.આર.શાળા પરિવાર દ્વારા વિવિધ રમતો ની સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં લિંબુ - ચમચી, સતોડીયુ, કોથળા દોડ, ૩૦ મીટર દોડ ,રસ્સા ખેંચ, કબડ્ડી, સ્ટેન્ડિંગ જંપ જેવી સાંધિક અને વ્યકિતગત રમતોની સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ અવસરે વકીલ કે એમ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ જગદીશભાઈ ભટ્ટ , હાઇસ્કુલ વિભાગના આચાર્ય શૈલેષભાઈ , તથા પ્રાથમિક વિભાગના આચાર્ય મનીષભાઈ પટેલ, જાગૃતિબેન ,સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ ઠાકર ,અગ્રણીઓ વાલીઓ સહિત વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
શાળા પરિવાર દ્વારા રૂઢિગત રમતો અને તેનાથી બાળકોના શિક્ષણ તેમજ બૌધ્ધિક ક્ષમતામાં થતા વધારા વિશે સમજાવ્યા હતા.સ્પર્ધા પત્યા બાદ વિજેતા વિધાર્થીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રોત્સાહિત ઇનામો નું વિતરણ કરવામાં આવ્યું હતું.અને વિજેતા વિધાર્થીઓને ઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર પોગ્રામ નું સરસ આયોજન શેઠ.એમ.આર.શાળા ના સમસ્ત વિભાગના શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.