બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું ચક્રવાત 'રેમાલ' રવિવારે મધ્યરાત્રિએ લેન્ડફોલ કરશે. આ અંગે બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોલકાતા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડ પણ એલર્ટ પર છે.

 હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, ચક્રવાત હાલમાં બંગાળની ખાડીથી 270 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં છે. રવિવારે મધ્યરાત્રિએ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપડા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થવાની આગાહી છે. તેની અસરને કારણે બંગાળના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.