બલૈયાના કંકાસિયા ગામે,પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રમણભાઈ હીરાભાઈ પટેલ નો વય નિવૃત્તિ સમારોહ અને પટેલ સમાજ ના ૧૮ ગામો ના સામાજિક સુધારા માટે ની ચિંતન શિબિર યોજાઈ હતી.શ્રી રમણ ભાઈ માનવતાવાદી ઉચ્ચ વિચારો ધરાવતા હોય પોતાના સ્વ ખર્ચે આ પ્રસંગે આવા અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્ર માં બ્લડ ડોનેશન કેમ્પ નું ઉમદા આયોજન કર્યું હતું. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
આવી વિકરાળ હીટ વેવ વાળી ગરમી માં પણ સમાજના ગણ માન્ય સભ્યોએ મોટા પ્રમાણ માં બ્લડ ડોનેશન કર્યું હતું. એ જ સમાજની જાગૃતતા દર્શાવે છે.કેમ્પ નું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉમદા અને બીજાને પ્રેરણા રૂપ કાર્યમાં સંસ્થા ના ખજાનચી શ્રી કમલેશભાઈ લીંબાચિયા,સહમંત્રી સાબિર શૈખ,બ્લડ બેંક ના કેમ્પ આયોજક શ્રી નરેન્દ્ર પરમાર, બ્લડ બેંક ના ડોક્ટર અને પેરા મેડિકલ ટીમ વિગેરે સતત હાજર રહ્યા હતા. જેમાં રજનીશ ભાઈ પટેલ ,ભરતભાઈ પટેલ , દિનેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ અને સમાજના અન્ય સભ્યોએ પણ સહયોગ આપ્યો હતો રેડ ક્રોસ સોસાયટી દ્વારા તમામ રક્તદાતાઓને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
રમણભાઈ દ્વારા કરાયેલ રક્તદાન આયોજન ની,હાજર સમાજના લોકોએ એ ભરપૂર પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આવા અન્ય સામાજિક પ્રસંગોએ બ્લડ ડોનેશન કેમ્પ જેવી માનવતાવાદી કામગીરી નું આયોજન ગોઠવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, ક્રેડિટ સોસાયટીના સભ્યો તેમજ સમાજ ના મોટી સંખ્યા મા સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે બધાએ સ્વરુચિ ભોજન લીધું હતું