બોરડા ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પિટલમાં મોડીરાત્રીએ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત સરપંચના ભાઈ વિક્રમભાઈ ભમ્મરને જાણ કરતા ગણત્રીના સમયમા હોસ્પિટલ દોડી ગયા હતા અને ગ્રામ પંચાયત ટીમને જાણ કરી હતી અને તેઓ જીવના જોખમે વિકરાળ આગમા હોસ્પિટલની અંદર દોડી જઈ ત્યા રાખેલ ફાયર સેફ્ટી મીટે રાખેલ ગેસના બાટલા ચાલુ કરી આગ બૂઝાવવા પ્રયાસ કરેલ.

              આગ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક તળાજા ફાયર ફાઈટરને જાણ કરી હતી અને નજીક બાપાસીતારામ આશ્રમની ઈલેક્ટ્રીક મોટર અને આસપાસની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમા લેવા પ્રયાસ કર્યો હતો મોડીરાત્રીએ ૧૧ વાગ્યે ઘટના સ્થળની રૂબરૂમુલાકાત લેતા આરોગ્ય કેન્દ્રના અંદરના એક રૂમનો સામાન, ફ્રીજ, મીટર સહિત તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી એક બાજુ વિકરાળ આગ ચાલુ હોય અને શોર્ટ સર્કિટ પણ ચાલુ હોય જીવના જોખમે વિક્રમભાઈ ભમ્મર અને તેની ટીમ દ્વારા આગકાબુમા લેવા પ્રયાસ કરેલ વિક્રમભાઇએ વધુમા જણાવેલ કે આવડા મોટા આરોગ્ય કેન્દ્રમા ફાયર સેફ્ટી માટેના સાધનો નથી અને છે એ પણ ડેટ પતી ગઈ હોય એવુ જણાવેલ કારણ કે બાટલો ચાલુ કરે ત્યા જ પૂર્ણ થઈ જતા હોય જો આગ દિસસે લાગી હોતતો મોટી દુર્ઘટના સર્જાત.

આગની જવાળાની સાથે હોસ્પિટલમા શોર્ટ સર્કિટ પણ ચાલુ થતા પીજીવીસીએલને જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવ્યો હતો ગણત્રીના સમયમા તળાજાથી ફાયર ફાઈટર ટીમ દોડી જઈ આગ કાબુમા લીધી હતી અને ઉપરના માળે પણ આગ લાગવાથી સામાન બળીને ખાક થઈ ગયો હતો ફાયર ફાઈટર ટીમ ઉપરના માળે દોડી જઈ દરવાજો હટાવી ત્યા પણ પાણીનો મારો ચલાવયો હતો હોસ્પિટલનુ પીજીવીસીએલ મીટર વાયરો સામાન સહિત એક રૂમનો સામાન બળીને ખાક થઈ ગયો હતો આગનુ કારણ અને નુકશાની જાણવા મળેલ નથી