રહીશો ની ઊંઘ હરામ. પ્રાઇવેટ કંપનીઓની મનમાની

ખેડા તાલુકાના કનેરા ગામમાં આવેલી જેવેલ ટેમ્પર્ડ ગ્લાસ ,બ્લોક નંબર 6 B આવેલી કંપની માં ગ્લાસ (કાચ) ના દરવાજા તેમજ કાચ ની પ્રોડક્ટ નું કામ થાય છે 

આ કંપની કનેરા અને મલાપુરા ગામની મધ્યે આવેલી છે 

જોવા માં આવે તો કોઈ પણ કંપની અને જો કઈ મેનુફક્ચર નું કામ હોય તો

 ઝી,પી,સી,બી ના નિયમ મુજબ રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછી ૧ થી ૨ કિલોમીટર ના અંતરે હોવી જોઈએ પણ આ કમ્પની ગામની નજીક આવેલી છે જેમાં મધ્ય રાત્રી દરમ્યાન કંપનીના મશીનની પ્રદૂષિત હવા છોડવામાં આવે છે 

પ્રશ્નમાત્ર હવા નો નથી પણ સાથે સાથે તે હવા જ્યારે છોડવામાં આવે છે તે દરમ્યાન તેમાંથી નિકળતો અવાજ જે ૧૦ એમ્યુલન્સ ના અવાજને પણ દબાવી દે એટલા પ્રમાણમાં આવે છે 

અહીંના રહીશો એટલા ત્રાસી ગયા છે કે રાત્રી દરમ્યાન જગ્યા રહીને દિવસે ઊંઘ પૂરી કરવી પડે એવી હાલાકી પડી રહી છે

 અહીંના રહીશો હાથ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય અને આખા દિવસના થાકી ગયેલા હોય અને રાત્રી જ્યારે ઊંઘતા હોય તે દરમ્યાન ભારીમાત્રામાં એટલો અવાજ આવે કે તે સૂઈપણ ના શકે

તમને જાણી ને આશ્ચર્ય થસે કે સુ આવુ પણ બની શકે છે???

અત્યાર ની હાલત આજ છે જ્યારે આ હવા છોડવા માં આવે છે ત્યારે યુવાનો તો ઠીક પણ વૃદ્ધો અને નાના બાળકો ને અતિશય તકલીફ પડી રહી છે આના અવાજ સાથે રાત્રી દરમ્યાન ગમે ત્યારે ઊંઘ માંથી જાગી જવાય છે અને જો કોઈ બ્લડ પ્રેશર ના દર્દી હોય તો હાલત કફોડી થઇ જાય છે .

 રહીશો દ્વારા અમારા પત્રકાર ને જણાવ્યા પછી કંપનીના માલિક ભાવેશ ભાઈ સાથે વાતચીત કરતા એમણે લૂલો બચાવ કરતા જણાવ્યું કે હા અવાજ તો આવે છે અને અમે તે અવાજ મર્યાદિત સમય માં એટલે કે ૨ થી ૫ દિવસ માં આનું નિરાકરણ કરીસુ તેવું આશ્વાસન આપવામાં આવ્યું પરંતુ જોવાનું રહ્યું કે આ બાબત ઉપર ક્યારે ગંભીરતા થી પગલા લેવાય છે અને જો આના ઉપર પગલા લેવામાં નહિ આવે તો ઝી પી સી બી ના ખાતા ને જાણ કરી ને તેમની મદદ લેવા મજબૂર થવું પડશે એવું સ્થાનિકો એ જણાવ્યું હતું..

અહેવાલ સંજય ચુનારા ખેડા