આવી રહ્યુ છે રેમલ વાવાઝોડું : ગુજરાતમાં વાતાવરણમાં શરૂ થઈ હલચલ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. રવિવારે મધ્યરાત્રિની આસપાસ તે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. જેના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. આ પ્રી-મોન્સુન સીઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પ્રથમ ચક્રવાત છે. ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ છે, જે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તથા રાહત અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. શનિવાર સવારથી વાવાઝોડું તીવ્ર બનશે
IMD ની માહિતી અનુસાર, આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે. શનિવાર રાત સુધી તે વધુ તીવ્ર થીને એક ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લએશે. તે પશ્ચિમ બંગાળના સાગર અને બાંગ્લાદેશના ખેપુપારાની વચ્ચે ટકરાશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, રવિવારે ચક્રવાતના પ્રભાવથી 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. ત્યારે દરિયાઈ વિસ્તારો બંગાળ, ઓરિસ્સા અને પૂર્વોત્તર રાજ્યોમાં તેજ હવા સાથે ભારેથી અતિભારે વરસાદ આવશે. તેને પહેલા આજે શનિવારે દરિયાઈ જિલ્લા અને ઉત્તરીય ઓરિસ્સામાં ભારે વરસાદ આવી શકે છે. IMD એ બુલેટિન જાહેર કરીને ચેતવણી આપી છે. આ સમયે દરિયામાં ઉંચી લહેરો ઉઠશે.
એકંદરે, તે સ્પષ્ટ છે કે ચક્રવાત રેમાલ બનશે. પરંતુ, તે ક્યાં ઉતરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.
વાવાઝોડાથી ગુજરાતને થશે અસર,દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.