ડીસા તાલુકાના સાવિયાણા ગામનો શખ્સ ચેક રીટર્ન કેસમાં ધરપકડ વોરંટ હોવા છતાં કોર્ટ સમક્ષ હાજર ન થતો હોવાથી અમદાવાદના એડી. ચીફ. મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ દ્વારા તેને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, મોતીભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (રહે. 219, ઠાકોરવાસ, મુ.પો. સાવીયાણા, તા. ડિસા, જિ. બનાસકાંઠા) દ્વારા નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ - 138 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરેલ છે. તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવેલ છે કે સદરહું વોરંટવાળા સદર જગ્યાએ વારંવાર તપાસ કરવા છતાં વ્યક્તિ હાજર મળતા નથી તેમજ મોબાઈલ નંબર ઉપર જાણ કરવા છતાં કોર્ટ સમક્ષ આવતા નથી. જેથી કોર્ટના અનુમાન મુજબ આરોપી ફરાર થયેલ છે અથવા વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતા ફરે છે.

જેથી અમદાવાદના એડી. ચીફ. મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે જાહેરનામું કરીને મોતીભાઈ ઈશ્વરભાઈ દેસાઈને સદરહું ફરીયાદનો જવાબ આપવા તા. 14/06/2024 ના રોજ એડી.ચીફ. મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ ખાતે હાજર રહેવા ફરમાન કરાયું છે.