*મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે વિવિધ વ્યવસાય લક્ષી કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરી શકાશે રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

દાહોદ : દાહોદમાં ચાલતા મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે ઓગસ્ટ - ૨૦૨૪ ના પ્રવેશ સત્ર દરમ્યાન વિવિધ ટ્રેડ જેવા કે, વેલ્ડર, સુઇન્ગ ટેક્નોલોજી, કોસ્મેટિક, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લિસીંગ ઓપરેટર, ફેશન ડિઝાઇનિંગ ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારો તા. ૦૧-૦૪-૨૦૨૪ થી તા.૧૩-૦૬-૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરી શકશે. ઉપરાંત https//itiadmission.gujarat.gov.in ની વેબસાઈટ પર ઓનલાઇન પણ અરજી કરી શકાશે જેની પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ નોંધ લેવી. વધુ જાણકારી માટે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદનો સંપર્ક કરવા મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.