રાજ્યમાં મેઘરાજાએ ઉત્તર મધ્યગુજરાતમાં જોરદાર બેંટિગ કરી છે. ત્યારે વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાં સ્ટેચ્ચુ ઓફ યુનિટી ખાતે વરસાદ વરસાત કુદરતી પાકૃતિક લાવો લેવા લોકો દુર-દુરથી આવી રહ્યા છે તેમજ આ વર્ષે 75 વર્ષની આઝાદીના અમૃતમહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય વ્યાપી ઉજવણીને લઇને કેવિડયા ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે આ વર્ષે કેન્દ્રસરકાર દ્રારા હર ઘર તિરંગા અભિયાન પુરજોશમાં ચલાવામાં આવી રહ્યો છે 13થી 15 ઓગસ્ટ દરમિયાન સ્ટેચ્ચુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીયઉત્સવને લઇ વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આ દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં કેવિડયા તરફ દોટ મૂકી રહ્યા છે તે વચ્ચે વરસાદીમાં માહોલ મેઘધુનષ્ય સર્જાતા નયનરમ્ય દશ્યનું નિર્માણ થયુ હતું જયાં તમામ લોકોએ પોતાના સ્માર્ટફોનમાં મેઘધનુષ્યની તસવીર કંડારી હતી.
નર્મદા જિલ્લા ખાતે હાલ ભારે વરસાદને લઇ નર્મદા ડેમ છલોછલ પાણીથી ભરાઇ ચુક્યો છે.જેમાં પ્રવાસીઓને પણ ડેમ પાસે ન જવા સૂચનો કરાયા છે ડેમના દરવાજા ખુલતા વહેણના આહલાદક દશ્ય તમામના મન મોહી લીધા હતા કારણ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આ મેઘધનુષ્યમાં તિરંગા શણગાર જોવા મળ્યો હતો. સાતપુડા અને વીંદ્યાચલની ગિરી કેન્દ્ર વચ્ચે આ અદભૂત નજારો જોવા મળ્યો હતો.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશમાં 13થી 15મી ઓગસ્ટ વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષની ઉજવણી ખૂબ જ ભવ્ય થવા જઇ રહી છે જેમાં કરોડોની સંખ્યામાં જયારે તિરંગા દેશમાં લહેરાશે ત્યારે સમ્રગ દેશ તિરંગામય બની જશે