દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.૧૩ ઓગસ્ટ થી તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૨ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાંસદશ્રી રતનસિંહ રાઠોડ તથા લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવકે આઝાદીના અમૃત મહોત્સવનું મહત્વ સમજાવી 'હર ઘર ત્રિરંગા'નું આહવાન કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી ત્રિરંગા યાત્રાની શરૂઆત શ્રી પી. એન. પંડ્યા આર્ટ્સ કોલેજ લુણાવાડા થી કરાવી હતી. જે યાત્રા લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ યાત્રામાં મહીસાગર સાયન્સ કોલેજ, વેદાંત સાયંસ કોલેજ, ક્રિસ્ટલ સાયન્સ કોલેજ, કોઠંબા કોલેજ તેમજ મહીસાગર જીલ્લાની વિવિધ કોલેજોના વિધાર્થીઓ, NCC કેડેટ્સ, સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને વંદે માતરમ્-ભારત માતા કી જય નારા સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિમય બનાવ્યું હતું.
આ પ્રસંગે લુણાવાડા નગરપાલિકા પ્રમુખશ્રી ભાવનાબેન મેહતા, મહીસાગર આર.એ.સી. શ્રી એ.આઈ. સુથાર, પ્રાંત ઓફિસરશ્રી એ.કે. ગૌતમ સા, મંડળના પ્રમુખશ્રી હીરાભાઈ પટેલ, કોલેજ મંડળના મંત્રીશ્રી હરિભાઈ પટેલ, પી.આઈ. શ્રી આર.ડી. ભરવાડ, લુણાવાડા કોલેજના આચાર્યશ્રી. પ્રો. અલ્પેશ પંડ્યા, સ્ટાફ જોડાયો હતો.