મહેસાણા જિલલાનાં વીજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહિલા આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ,પો.સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોવાથી સખત સુચના આપવામાં આવેલ.
આજરોજ તા.૧૮/૧૦/૨૦૨૨નાં રોજ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને બાતમીરાહે હકિકત મળી આવેલ કે,મહેસાણા જીલ્લાના વીજાપુર પો.સ્ટે. દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અર્ચના અમીતભાઇ માછરેકર રહે.આડોડીયાવાસ,તિલકનગર,ભાવનગર હાલ-કુબેરનગર,છારાનગર, અમદાવાદ વાળાભાવનગર,આડોડીયાવાસમાં રહેતા તેના જેઠાણી જયશ્રીબેન દિપકભાઇ રાઠોડનાં ઘરે હાજર છે.જે માહિતી આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં મહિલા આરોપી અર્ચના અમીતભાઇ માછરેકર/રાઠોડ ઉ.વ.૪૦ રહે.આડોડીયાવાસ,તિલકનગર, ભાવનગર હાલ-કુબેરનગર,છારાનગર,અમદાવાદ વાળા હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ અને આ અંગેની વીજાપુર પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, સંજયભાઇ ચુડાસમા, ઇમ્તિયાઝખાન પઠાણ, જાગૃતિબેન કુંચાલા