મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી જાનમાથી દુલ્હનનુ અપહરણ કરાયું છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી. લગ્ન પૂર્ણ કરી જાન પરત આવતી હતી ત્યારે દાહોદના બોરડી નજીક મોટર સાઇકલો લઇને આવેલા ૨૦ જેટલા ઈસમોએ દુલ્હનની ગાડી રોકી હતી અને
ગાડીના ડ્રાઈવર ને ધાક ધમકી આપી ગાડીમાંથી દુલ્હનનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ કતવારા પોલીસને કરતા દાહોદ એલ સી બી સહિતની પોલીસની ટીમનો કાફલો દોડી આવ્યો હતો અને દુલ્હનની અપહરણ કયા કારણો સર કરાયુ તે દિશામા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.